જ્યારે શિક્ષણ પગમાં ચંપલ નહીં, પણ દિશા પહેરે
આવતીકાલનાં ફાનસ
સમા પ્રકાશતા મારા વિદ્યાર્થીઓ,
આ ઉનાળો પણ વિચિત્ર થઈ ગયો છે. એક દિવસ એવો તાપ પડે કે જાણે ચૂંટણીસભા ચાલતી હોય, અને બીજા દિવસે
વાદળો એવાં આવી ચડે કે જેમ કોઈ સગાંઓ ઘર સુધી આવી જાય અને પછી યાદ જ ન
આવે કે શા માટે આવ્યા હતા! પકવવા મૂકેલી કેરીઓ પણ ગૂંચવાઈ ગઇ હોય એમ લાગે.
પણ આજે વાત ગરમીની નહીં, ગામની કરીએ.
જ્યાં માત્ર મોર, સૂર્યાસ્ત અને
લીલાં ખેતરો દેખાડવામાં આવે છે એ “ટુરિઝમના પોસ્ટર”વાળાં ગામની નહી; હું
એ સાચા ગામની વાત કરું છું,
જ્યાં ખેડૂત આકાશને એટલી શ્રદ્ધાથી જુએ છે જેટલી તમે પરીક્ષાના પરિણામ પહેલાં
વેબસાઇટને પણ ન જુઓ, જ્યાં એક દીકરી ધીમા બલ્બના અજવાળામાં ભણે
છે અને એની બાજુમાં નાનો ભાઈ મચ્છરો સામે સ્વાતંત્ર્યસેનાની જેવી લડાઈ લડે છે,
જ્યાં પ્રતિભા સૂકા ક્યારામાં ઊભેલા બાજરીના છોડ જેવી ઊગી આવે છે.
ઘણાં લોકોને લાગે છે કે ગામડાંનો વિકાસ એટલે પહોળા રસ્તા, ચમકદાર ઇમારતો, Wi-Fiના ટાવરો કે લાંબા અટપટા નામવાળી સરકારી યોજનાઓ. હા, એ જરૂરી છે, પણ પૂરતું નથી. ગામ ત્યારે બદલાતું નથી જ્યારે સિમેન્ટ આવે. ગામ ત્યારે બદલાય છે જ્યારે જાગૃતિ આવે. ક્રાંતિ ત્યારે થાય છે જ્યારે શિક્ષણ પગમાં ચંપલ નહીં, પણ દિશા પહેરે છે.
વર્ષો પહેલાં કચ્છમાંથી એક વિદ્યાર્થી મારા વર્ગમાં આવ્યો હતો. એની પાસે બે જોડી કપડાં હતાં, પણ આત્મવિશ્વાસ એવો કે જાણે આખું આકાશ એના ગજવામાં હોય. પ્રશ્નના ઉત્તર આપતા એની જીભ થોડી અટવાતી. ફોન એટલો જૂનો કે આજના બાળકો એને મ્યુઝિયમમાં મૂકી દે! શહેરના વિદ્યાર્થીઓ એને “entrepreneur” શબ્દ બોલતા સાંભળીને હસતા. આજે એ જ વિદ્યાર્થી ગામની મહિલાઓ દ્વારા બનાવાતી વસ્તુઓ ઑનલાઇન વેચાય એ માટે સહકારી ‘પહેલ’નું એકમ ચલાવે છે. જે ઇન્ટરનેટથી ક્યારેક એ ડરતો હતો, એ જ આજે વીસ પરિવારોનાં રસોડામાં ચૂલો સળગવાનું કારણ બને છે.
એક વાત હંમેશા યાદ
રાખજો કે ગામડાં પાછળ નથી, માત્ર એમનો અવાજ કોઈ
સાંભળતું નથી. ભારતનું
ભવિષ્ય માત્ર એર-કન્ડિશન્ડ મિટિંગ રૂમોમાં નહીં ઘડાય. એ તો ધૂળભરેલી લાઇબ્રેરીઓમાં, દૂધની મંડળીઓમાં, આંગણવાડીઓમાં, નાનકડાં
વર્ગખંડોમાં અને દિવસભર મહેનત કર્યા પછી સાંજે ભણવા બેસતા વિદ્યાર્થીઓનાં
હઠીલાં સપનાઓમાં ઘડાશે. ગાંધીજીએ કહ્યું હતું કે ભારતનો
આત્મા ગામડાંમાં વસે છે. હું એ વાત આ શબ્દોમાં કહું છું કે ભારતનું
ભવિષ્ય એ બાબત પર નિર્ભર રહેશે કે ભણેલો યુવાન ગામ સુધી પાછો
જતો રસ્તો ભૂલે છે કે નહીં. આ માટે તમે ગામડામાં જઇને
વસી જાઓ તે નહીં, પરંતુ તમે જ્યાં વસો ત્યાં તમારા શિક્ષણનો સાચો અર્થ બરાબર યાદ રાખો
તે જરૂરી છે. તેથી જીવન તમને સરખેજ, સાગવડ, સિડની, સિલિકોન-વેલી
કે સલાયાની નાનકડી શાળામાં, જ્યાં લઈ જાય ત્યાં, તમારું શિક્ષણ વિજયની ટ્રોફી તરીકે નહીં, ફાનસ તરીકે સાથે રાખજો કારણ
કે સૌથી તેજસ્વી ડિગ્રી એ છે,
જે કોઈ બીજા માટે રસ્તો પ્રકાશિત કરે.
અને હા,
સાનુકૂળ સમય માટેની શુભકામનાઓ સહ વિરમું છું.
-ભરત
જોશી “પાર્થ મહાબાહુ”
(અહીં રજૂ કરેલી તસવીર AI tools દ્વારા બનાવાયેલી છે.)
Solidly right sir, we have to think about the overall development of the country, only the development of cities won't lead India to become viksit Bharat. Villages are the soul of India and we have to pay more concentration on the development of the villages rather than cities.
જવાબ આપોકાઢી નાખોThank you very much for the response. Please mention your name also, if you find appropriate.
કાઢી નાખોખૂબ સરસ 👌👌👌
જવાબ આપોકાઢી નાખોઆભાર!
કાઢી નાખોખૂબ સરસ... સર્જનાત્મક, હ્રદય સ્પર્શી અને સરળ પણ અત્યંત ઉપયોગી સંદેશ સભર વાતો
જવાબ આપોકાઢી નાખોઆભાર!
કાઢી નાખોખૂબ જ સુંદર સર, ગામડાનું વર્ણન, હૃદયસ્પર્શી , સર્જનાત્મક.ખરેખર ગામડાં પાછળ નથી. પરંતુ શહેરવાસીઓને કોઈ પણ મુસીબત આવે ત્યારે ફરી ગામડાનું સ્મિત યાદ આવે છે. 👌
જવાબ આપોકાઢી નાખોઆભાર, તોરલબેન!
કાઢી નાખોએકદમ મસ્ત વાત રજૂ કરી છે.😊
જવાબ આપોકાઢી નાખોઆભાર!
કાઢી નાખોસરસ વિચાર, સર. શિક્ષણ જ્યારે પોતાને નહીં, પણ સમાજને ઉજાળે ત્યારે જ ખરી ક્રાંતિ શરૂ થાય. વળી ટેક્નોલોજીનો યોગ્યતમ ઉપયોગ કરતાં થવું એ પણ ખરી કેળવણી.
જવાબ આપોકાઢી નાખોઆભાર, કપિલભાઇ!
કાઢી નાખોખુબ જ સાચું, સાહેબ, જ્ઞાન એટલે ગામ તરફ પાછું ફરતું શિક્ષણ એને ક્યા wifi કે પાકા રસ્તાની જરુર છે...
જવાબ આપોકાઢી નાખોઆભાર!
કાઢી નાખો